'લીમડો' ચેરીટેબલ ટ્રસ્ટ

    ટ્રસ્ટના હેતુઓ :-
  • આ ટ્રસ્ટના કોઈ પણ જાતના જ્ઞાતિ,જાતી, ધર્મ કે, કોમના ભેદભાવ સિવાય નીચે દર્શાવેલ હેતુઓ પૂર્ણ કરવા માટે સેવાના કાર્યો કરશે.
  • નીચેના હેતુઓ સરકારશ્રીની તથા કાયદાની પ્રવર્તમાન જોગવાઈઓ અન્વયે મેળવવાપાત્ર પૂર્વ પરવાનગી મેળવીને હેતુઓ અનુસાર કામગીરી કરવામાં આવશે.


  • લોકોના ઉત્કર્શ માટે આથિર્ક, સામાજીક, પર્યાવરણ, સાંસ્કૃતિક, શૈક્ષણિક, મેડીકલ, ખેતીવાડી,પશુપાલન, ધાર્મિક જેવા સેવાના કાર્યો કરવા.

  • પર્યાવરણની જાળવણી કરવી તથા ટે માટેની જાગૃતિ લાવવાના કાર્યકર્મો કરવા.

  • વધુમાં વધુ લીમડાના વૃક્ષો વાવવા તથા તે માટેની જાળવણી કરવી તથા અન્ય વૃક્ષો વાવવા તથા તેની પણ જાળવણી કરવી તથા લોકોને વૃક્ષો રોપવા તથા તેની જાળવણી કરવા માટેની સમજ આપવાના સસેવાકીય કાર્યો કરવા .

  • પર્યાવરણને સ્પર્શતિ નાટ્ય પ્રવૃત્તિ કરીને લોકોને પર્યાવરણની જાળવણી અંગેનું જ્ઞાન પૂરું પાડવું તેમજ લોકોને પર્યાવરણને સાચવવા સભાઓ કરી જાગૃતિ ના કાર્યક્રમો યોજવા.

  • પૂર, ભૂકંપ ,આગ, દુષ્કાળ, વિગેરે કુદરતી અને અન્ય માનવીય આફતો પ્રસંગે સમાજ તેમજ અસરગ્રસ્ત તેમજ જરૂરિયાતમંદોને શક્ય તમામ મદદ કરવી.

  • લોક જીવનના વિવિધ ક્ષેત્રોમાં લોકકલ્યાણની પ્રવૃત્તિ કરવી.

  • રાષ્ટ્રીય તથા સામાજીક તહેવારોની ઉજવણી કરવી.

  • ગરીબ અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ફી, ગણવેશ, પુસ્તકો, નોટબૂકો તેમજ આર્થિક સહાય કરવી.

  • લોકોમાં ચાલતા કુરિવાજો તથા અંધશ્રધ્ધા દૂર કરવાના કાર્યો હાથ ધરવા.

  • લોકો માટે સીવણકામ, ભરતગૂંથણ, ગૃહઉદ્યોગ કામની પ્રવૃતિઓ અને આવી ચાલતી સંસ્થાને મદદ કરવી .

  • લોકો માટે ધર્મશાળા, વાડી, વૃધ્ધાશ્રમ વિગેરે બનાવવા તથા ચલાવવા.

  • જાહેર વિકાસોના કાર્યો કરવા.

  • વિદ્યાર્થીઓ માટે રમતગમતની હરીફાઈઓ યોજવી તથા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવું.

  • લોકો માટે આરોગ્ય કેન્દ્ર, બ્લડબબેંક, દવાખાના વિગેરે ખોલવા અને એમ્બ્યુલન્સની સગવડ કરવી અને તેનો લાભ લોકોને રાહત દરે આપવો તેમજ જુદા-જુદા આરોગ્ય અંગેના કેમ્પો યોજવા, રાહતદરે દવા આપવી અથવા આવી ચાલતી સંસ્થાને મદદ કરવી. તેમજ રક્તદાન શિબિર તથા ચશ્માં વિતરણ તેમજ આરોગ્ય અંગેના કેમ્પો યોજવા.

  • લોકોને સરકારી યોજના અંગે માર્ગદર્શન આપવું તથા તે અંગે લોકોને સમજ આપવી તથા તેના લાભો મેળવવા માટેના કાર્યો કરવા.

  • શૌચાલયો બાંધવા તથા તેમની જાળવણી કરવી. તેમજ ગંદકી હટાવવા ઝુંબેશ ચલાવવી તથા લોકોને સ્વચ્છતા રાખવા અંગે માર્ગદર્શન પુરૂ પાડવું તથા વેસ્ટ બેગનું મફત વિતરણ કરવું.

  • લોકો માટે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે નર્સરી, જુનિયર કે.જી., સીનીયર કે.જી., બાળમંદિર, બાળઆંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ટ્રેનીંગ કોલેજ, મહાશાળા, વિદ્યાપીઠ, બોર્ડીંગ, લાયબ્રેરી, તાલીમકેન્દ્રો, છાત્રાલય, ઉત્તર બુનિયાદી, આશ્રમ શાળાઓ, વિવિધ પ્રકારના પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિષયોને અનુલક્ષી વિવિધ વિષયોને લગતી પ્રવૃતિઓ કરશે. ટેકનીકલ, બિનટેકનીકલ તેમજ કોમ્પુટરને લગતું શિક્ષણ આપવું અને ચલાવવું અને આવી ચાલતી સંસ્થાને મદદ કરવી.

  • લોકો માટે સમુહલગ્નનું આયોજન કરવું અને લગ્નપ્રસંગે ઉપયોગી સાધનો રાહતદરે મળી રહે તેવા કાર્યો કરવા.

  • લોકોમાં પ્રવર્તતા દુક્ષણો જેવા કે દહેજ,છૂટાછેડા કૌટુંબિક ઝઘડા વગેરે અટકાવવા કુટુંબ સલાહ્કેન્દ્ર શરુ કરવું

  • યુવનો ને દારૂ,અફીણ,ગાંજો,બ્રાઉન શુગર ,હેરોઈન ,ધુમ્રપાન જેવા વ્યાસનોમાંથી મુક્ત કરવા માર્ગદર્શન આપવું તથા વ્યાસન મુક્તિ કેન્દ્રો શરુ કરવા. લોકો ને એડ્સ જેવી મહામારી થી બચવા યોગ્ય સલાહસુચન આપવા તથા સેમિનારો યોજવા.

  • નિરાધાર,વૃદ્ધ,અપંગ વિધવા,ત્યકતા વ્યક્તિઓ માટે કાયમી કે હંગામી ધોરણે વૃધાશ્રમ જેવી પ્રવૃતિઓ ચલાવવી અને જરૂરિયાતમંદો ને મદદ કરવી.

  • સમાજ કલ્યાણ તથા સમજીક ઈતર પ્રવૃતિઓ માં સક્રિય રહેવું.