પ્રવૃતિઓ

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૧૭

વિશ્વ પર્યાવરણ દિવસ પર લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ વતી સુરત માં ૨૫૦ થી વધારે વૃક્ષ વાવવાનો લક્ષ નક્કી કરવામાં આવ્યો છે.

વૃક્ષા રોપણ - ૨૬-૦૫-૨૦૧૭ બામરોલી મહાદેવ નગર

આજ રોજ તારીખ ૨૬/૦૫/૨૦૧૭ ના રોજ મહાકાલી મંદિર , પ્લોટ નંબર ૨૧૦, બામરોલી રોડ પર આવેલ મંદિર ના પ્રાગણ માં લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વૃક્ષા રોપણ - ૨૦-૦૫-૨૦૧૭ સુરમંદિર સોસાયટી, ઉમરા સાયણ રોડ

તારીખ ૨૦-૦૫-૨૦૧૭ નાં રોજ સાંજે ૫ વાગે લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરમંદિર સોસાયટી માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સોસાયટી ના સભ્યો અને ડેવલપર હિતેશભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા. લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા વૃક્ષારોપણ સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

વૃક્ષા રોપણ - ૧૯-૦૫-૨૦૧૭ ભાથીજી મહારાજ મંદિર લાલદરવાજા

આજ રોજ તારીખ ૧૯/૦૫/૨૦૧૭ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાથીજી મહારાજ મંદિર , રાયલી પ્રેસ, પરમ ડોક્ટર હાઉસ ની સામે, લાલ દરવાજા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ ત્યાના રહીવાસીઓ અને લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો. મંદિર ખાતે લીમડા અને આસોપાલવ ના વૃક્ષો નું રોપણ કરી પર્યાવરણ ની જાળવણી અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યાના રહેવાશીઓ માં વૃક્ષારોપણ માટે ઘણો હર્શોઉંલ્લ્લાસ જોવા મળ્યો હતો અને ભવિષ્ય માં પણ તેઓ આવા કાર્યક્રમો કરી પોતાની ફરજ નિભાવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

વૃક્ષા રોપણ - ૧૩-૦૫-૨૦૧૭ આકાશ રો હાઉસ પાંડેસરા

આજ રોજ તારીખ ૧૩/૦૫/૨૦૧૭ ના રોજ લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આકાશ રો હાઉસ ખાતે ત્યાના રહેવાસી શ્રી ચંદ્રકાંતભાઈ મરાઠે અને સોસાયટી ના પ્રમુખ શ્રીમતી કિરણબેન દાસ ના સહયોગ થી વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શિવઓમ મિશ્રા (બ્રાંડ એમ્બેસેડર - સ્વચ્છ ભારત મિશન) અને શ્રીમતી ચિત્રા દેશમુખ (સામાજિક કાર્યકર્તા) જેવા મહાનુભાવો એ કાર્યક્રમ માં હાજરી આપી કાર્યક્રમ ની શોભા વધારી હતી. વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ ની તમામ ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વિજય કાનપરિયા એ પર્યાવરણ ની જાળવણી અંગે આવેલ મહેમાનો ને માહિતી આપી હતી તેમજ ટ્રસ્ટ ની અન્ય કામગીરી વિષે માહિતગાર કર્યા હતા.

વૃક્ષા રોપણ - ૦૯-૦૫-૨૦૧૭ અમરોલી ગુજરાત હાઉંસિંગ બોર્ડ

આજ રોજ તારીખ ૦૯-૦૫-૨૦૧૭ લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમરોલી સ્થિત નર્મદનગર , ગુજરાત હાઉસિંગ બોર્ડ, સુરત માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્યાના શ્રી દલપતભાઈ રાઠોડ અને અન્ય રહેવાસીઓ દ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. લીમડા ના વૃક્ષો રોપી આજ રોજ કુદરત તરફી જવાબદારી નિભાવી અને કાર્યક્રમ યોજવા બદલ તેમનો ખુબ ખુબ આભાર માનીએ છે અને ભવિષ્ય માં પણ લોકો આવા કાર્યક્રમો યોજી લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ ને સહયોગી થાય એવી આશા રાખીએ છે. www.limdo.org

વૃક્ષા રોપણ - ૨૯-૦૪-૨૦૧૭ ગોટાલાવાડી ટેનામેન્ટ

આજ રોજ તારીખ ૨૯/૦૪/૨૦૧૭ નાં રોજ ગોટાલાવાડી "સી" ટેનામેન્ટ ખાતે લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંત શ્રી રોહીદાસ વંશી વઢીયારા સમાજ સુરત ના સભ્યો તેમજ તેમના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જે પરમાર , કતારગામ વાર્ડ નંબર ૬ ના કોર્પોરેટર શ્રી અનિલભાઈ ભોજ અને ત્યાના સ્થાનિક રહેવાશીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ અને તેમની ટીમ દ્વારા રોપા અને બીજી અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વિજય કાનપરિયા દ્વારા આજ નાં જીવન માં વૃક્ષો ના મહત્વ ઉપર સુંદર વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું. વઢીયારા સમાજ ના શ્રી જીવાભાઈ પરમાર , રમેશભાઈ સુમેસરા , પાલજીભાઇ કાનપરિયા , જગદીશભાઈ રાઠોડ, કાળાભાઈ પરમાર સહીત સમાજ ના સભ્યો દ્વારા આગળ પણ આવી લોકકલ્યાણ ની પ્રવુતિ કરવામાં આવશે એવી બાહેધરી આપવામાં આવી હતી. સી ટેનામેન્ટ માં ડો. સન્મુખ ગજ્જર એ લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ ના શ્રી રાકેશ મારું ને આ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. www.limdo.org

વૃક્ષા રોપણ પાંડેસરા - ૨૮-૦૪-૨૦૧૭

લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત પાંડેસરા વિસ્તાર માં આવેલા સ્વતંત્ર સેનાની નગર , ગુજરાત હાઉસિંગ બોર્ડ માં વૃક્ષ રોપણ નો સુંદર કાર્ય પાર પાડવાનું છે. ટોટલ ૧૦ લીમડા ના રોપા લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોપવામાં આવ્યા. અને આ સુંદર કાર્યને પર પાડવામાં પાંડેસરા વિસ્તારના લોક લાડીલા કોરપોરેટોર શ્રી. ડો. ડી.એમ. વાનખેડે, શ્રીમતી પૂર્ણિમાબેન હરીશભાઈ દાવલે, શ્રી નરેશભાઈ મફતલાલ પટેલ અને શ્રી છોટુભાઈ પાટીલ હાજરી આપી અને સ્વતંત્ર સેનાની નગર , ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર ના રહીશો ને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ની ચર્ચા કરવામાં આવી.

વૃક્ષા રોપણ - ૨૩-૦૪-૨૦૧૭- સુર મંદિર સોસાયટી સાયન

લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત વેલંજા ખાતે આવેલી સુર મંદિર સોસાયટી માં વૃક્ષ રોપણ નો સુંદર કાર્ય પાર પાડવામાં આવ્યું. ટોટલ ૧૦ લીમડા ના રોપા લીમડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોપવામાં આવ્યા અને સોસાયટી ના સભ્ય ને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ની ચર્ચા કરવામાં આવી.